Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનાથી વિદ્યાર્થીઓને રૂ.૨૫,૦૦૦ ની સહાય મળશે.

 

Gyan Sadhana Scholarship | જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના

ઘણા સમયથી ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા ઘણી બધી સ્કોલરશીપ વિદ્યાર્થીઓના હિત માટે ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. આ યોજનાની મદદથી ગરીબ વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર તરફથી રૂપિયાની સહાય મળશે જેથી તે વિદ્યાર્થીઓ સારી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોતાનો સર્વાંગી વિકાસ કરી શકશે અને પોતાના સપના સાકાર કરી શકશે.

સ્કોલરશીપનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી થશે.આ સ્કોલરશીપનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે અને આ પરીક્ષા પાસ કરેલા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે રૂપિયા ૨૫,૦૦૦/-  વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામા આવશે.


VISIT : How To Online Apply Gyan Sadhana Scholarship 2023 | જ્ઞાન સાધના યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?


ભારત દેશની કેન્દ્ર સરકારના રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને મફત શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષણ ખાનગી સ્કૂલોમાં ૨૫ % પ્રમાણે પ્રવેશ આપવામાં આવે છે. ભારત દેશના બધા બાળકોને ધોરણ - થી સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે. પરંતુ બાળકોમાં જ્યારે ધોરણ - માં આવે ત્યારે ગરીબીના કારણે અથવા ઘરની નબળી પરિસ્થિતિને કારણે શિક્ષણ અધવચ્ચે છોડી દેતા હોય છે અને મોટાભાગના બાળકો મજુરી કરવા લાગે છે, આ બધા કારણો ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલી બનાવેલ છે અને આ એક સરકારનુ સારામાં સારુ પગલુ છે બાળકોની સાક્ષરતા વધારવા માટેનું અને ભણવાનું મુકીને જતાં રહેલા અથવા તો મજુરી તરફ વળી ગયેલા બાળકોને પાછા સ્કૂલમાં જતા કરવા માટેનું .


જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના શું છે ?

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ રૂપિયા ૨૫,૦૦૦/- ની સ્કોલરશીપ આપવામાં આવે છે. જેના માટે વિદ્યાર્થીઓએ સ્કોલરશીપની પરીક્ષા પાસ કરવાની રહેશે. સ્કોલરશીપ હેઠળ વિદ્યાર્થીને ધોરણ થી ૧૦ સુધીના અભ્યાસ દરમિયાન વાર્ષિક રૂ.૨૦,૦૦૦ તથા ધોરણ ૧૧ અને ૧૨ ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.૨૫,૦૦૦/- ની સ્કોલરશીપ આપવામાં આવશે. જો કે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની ૮૦ ટકા હાજરીના આધારે સ્કોલરશીપ સહાય ચૂકવવામાં આવશે. સહાયની રકમ વિદ્યાર્થીના ખાતામાં DBT (ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર)થી જમા કરવામાં આવશે.

આ પરીક્ષા ગુજરાત રાજ્યનું રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર લેશે. ધોરણ ૯ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને સહાયની રકમ રૂ. ૨૫,૦૦૦/- સુધી મળવાપાત્ર છે. આ પરીક્ષા કુલ ૧૨૦ ગુણની રહેશે. જેને ૧.૫ કલાક્માં પુરી કરવાની રહેશે. આ યોજનાનુ ફોર્મ ગુજરાત સરકારની અધિકૃત વેબસાઇટ  https://www.sebexam.org/ પર ભરવાનુ થાશે.


Also visit ; Khedut Mobile Sahay Yojana 2023 : ખેડુત મોબાઈલ સહાય યોજના ,ગુજરાતના ખેડૂતોને મળશે મોબાઇલ ખરીદી પર 6000 રૂ.ની સહાય

સ્કોલરશીપ માટેની પરીક્ષા કોણ આપી શકે છે ?

-- ગુજરાતનો કોઈ પણ વિદ્યાર્થી જેણે સરકારી અથવા અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ-  થી નો સળંગ અભ્યાસ કરેલો હોય અને ધોરણ- માં અભ્યાસ કરતા હોય કે ઉત્તીર્ણ થયેલ હોય તેવા વિદ્યાર્થીઓઆ પરીક્ષા આપી શકે છે.

-- જે વિદ્યાર્થીઓના વાલીની કુટુંબની વાર્ષિક આવક શહેરી વિસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/- (એક લાખ પચાસ હજાર) તેઓને લાભ મળશે. ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- (એક લાખ વીસ હજાર) કરતા વધુ હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે.

 

જ્ઞાન સાધના સ્કોલરશીપ હેઠળ કેટલી સહાય મળશે ? 

   - ધોરણ- થી ૧૦ ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.૨૦,૦૦૦/- સુધીની સ્કોલરશીપ મળશે.

       - ધોરણ- થી ૧૨ ના વિદ્યાર્થીઓને રૂ.૨૫,૦૦૦/- સુધીની સ્કોલરશીપ મળશે.


ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.